ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રજાસત્તાકદિનની ઉજવણી  પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત નહિ રહે-. આમંત્રણ નકારવા પાછળ કદાચ ભારત- રશિયા વચ્ચે  થયેલા સંરક્ષણ કરાર જવાબદાર છે….

ભારતના પ્રજસત્તાકદિને યોજાતી પરેડમાં  અતિથિ- વિશેષ તરીકે હાજર રહેવા માટે અમેરિકાના પ્રમુખના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખાસ આમંત્રઁણ આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પત્ર પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમની સ્થાનિક જવાબદારીઓમાં વ્યસ્ત હોવાને લીધે ભારત આવવાનું આમંત્રણ સ્વીકારી શકે એમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દરેક વરસે યોજાતી સ્ટેટ ઓફ યુનિયનની બેઠકને સંબોધન કરવાના છે. વળી હાલમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો તનાવપૂર્ણ છે. આયાત- નિકાસની નીતિ અને ટેકસ અંગે બન્ને દેશો વચ્ચે વ્યાપારિક ક્ષેત્રે મતભેદ અને કટુતા ઊભી થઈ ગઈ છે. તાજેતરમાં જ ભારતે રિશયા સાથે સંરક્ષણ કરારો કર્યા  તેમજ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના કરાર કર્યા, જે અમેરિકાને સ્વીકાર્ય નથી. ભારત પર અમેરિકા કાસ્ટા અતર્ગત, પ્રતિબંધ મૂકે તેવી પણ સંભાવના છે. જોકે અમેરિકા દ્વારા આપવામાં આવેલું કારણ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યસ્તતા છે. હવે ભારત- અમેરિકા વચ્ચેના સંબંધોમાં કેવો વળાંક આવે છે તે ભવિષ્યમાં જ ખબર પડશે.