વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે જાપાનનાપ્રવાસે

 

વડાપ્રદાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે જાપાનના પ્રવાસે જઈ રહયા છે. તેઓ જાપાનના વડાપ્રધાન શીંજો આબે સાથે મંત્રણા કરશે. જાપાનના વડાપ્રધાને તેમના માનમાં પ્રાઈવેટ ડિનર સમારંભનું આયોજન કર્યું છે. ભારત -જાપાન વચ્ચેના દ્રિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવાની વાત પર ભાર મૂકવામાં આવશે. મંત્રણા દરમિયાન મુંબઈ- અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન બાબત ચર્ચા કરવામાં આવશે. પોતાના જાપાન ખાતેના રોકાણ દરમિયાન તેઓ  ટોકિયોમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.