અલ્હાબાદનું નામ બદલીને રખાશે – પ્રયાગરાજ – ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કરી ઘોષણા

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કુંભ માર્ગદર્શક મંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે ઉપરોક્ત માહિતી આપી હતી. યોગી આદિત્યનાથે કહયું હતું કે, ગંગા અને યમુના અને સરસ્વતી – ત્રણ પવિત્ર નદીઓનો આ સ્થળે સંગમ થાય છે એટલે એનો પ્રયાગરાજ કહેવું સર્વથા ઉચિત છે. અહીં તમામ પ્રયાગનું રાજ છે, એટલેજ અલ્હાબાદને પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહયું હતું કે, સંતો- સાધુજનોએ અલ્હાબાદનું નામ બદલવા માટે માગણી કરી હતી. હવે રાજ્યપાલે પણ એ માટે સંમતિ આપી દીધી છે.અલ્હાબાદનું નામ બદલવાના મામલે કેટલાક લોકો પ્રશ્ન કરી રહયા છેકે, નામ પરિવર્તન કરવા પાછળ શું ઉદે્શ છે, એમાં કેટલું ઔચિત્ય છે.. આ પ્રકારના સવાલો કરનારા લોકોને કદાચ આ સ્થળના ઈતિહાસ અને સંસ્કૃતિ અંગોે માહિતગાર નથી. તેઓ ભારતીય સંસ્કૃતિથી અંજાણ છે.

         યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, આશરે 500 વરસ અગાઉ આ સ્થળનું નામ પ્રયાગરાજ હતું, તે બદલીને મોગલકાળમાં તેને અલ્હાબાદ કરવામાં આવ્યું હતું.