ગંગાને બચાવવા માટે 112 દિવસના  અનશન પર બેઠેલા પર્યાવરણવિદ્ જીડી અગ્રવાલનું અવસાન

 

IANS

ભારતની જીવાદોરી,ભારતીય સંસ્કૃતિનો પરિચય આપતી ગંગાની સુરક્ષા માટે  સરકાર પાસે પોતાની માગણીઓ માન્ય કરાવવા માટે ઉપવાસ પર ઉતરેલા 84 વરસના પર્યાવરણવિદ્ પ્રાધ્યાપક જીડી અગ્રવાલ 112 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. ગંગા નદીની સફાઈ, સ્વચ્છતા તેમજ એની ગરિમા જળવાઈ રહે તે માટે એમણે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, પણ કશું પરિણામ આવ્યુ નહોતું. તેમણે જળત્યાગ કર્યો એના આગળના દિવસે ઉત્તરાખંડના વહીવટી તંત્ર દ્વારા તેમને બળજબરી કરીને ઋષિકેશ સ્થિત સરકારી હોસિપટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.