અભિનેતા આમિર ખાન અને તેમનાં પત્ની કિરણ રાવે જાહેર કર્યું કે, યૌન ઉત્પીડન ( જાતીય સતામણી ) અને મહિલાએ સાથે અધટિત વ્યવહાર વિરુધ્ધ આમીરખાન પ્રોડકશન્સ જીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. એવા આરોપીઓની સાથે અમે કાર્ય નહિ કરીએ.

 

IANS

આમિર ખાને તેમના પ્રોડકશન હાઉસ તરફથી એક બયાન પ્રકટ કર્યું છે. તેમણે ટવીટર પર એક પત્ર પ્રકાશિત કર્યો છે . જેમાં તેમની તેમજ તેમનાં પત્ની કિરણ રાવની સહી છે. આ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છેકે, મી ટુની ભારતમાં શરૂઆત કરાઈ, જેમાં અનેક દર્દનાક કિસ્સાઓ પ્રકાશિત કરાયા. અનુચિત યૌન વ્યવહારના જેમના પુર આક્ષેપો કરવામાં આવ્યા છે , તેમની સાથે અમે કામ નહિ કરીએ. અમારી કોઈ તપાસ એજન્સી નથી, અમે એવી પણ સ્થિ્તિમાં નથી કે આરોપી પર કશી કોમેન્ટ કરી શકીએ. આથી આવા કથિત લોકો સંકળાયેલા હોય તેવી ફિલ્મોથી અમે દૂર રહીશું. જયાં સુધી આ આક્ષેપો બાબત કોઈ ફેંસલો ના આવે ત્યાં સુધી અમે અેનાથી અલિપ્ત રહીશું. અમે માનીએ છીએકે, આવી બાબતોની પૂરેપૂરી તપાસ કરવામાં આવવી જોઈએ આરોપીઓ સામે સખ્તમાં સખત કાર્યવાહી થવી જોઈએ. મહિલાઓ ઘણા લાંબા સમયથી સહન કરી રહી છે. હવે આ પીડાઓને અંત આવવો જોઈએ. આપણે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મહિલાઓ કામ કરી શકે એવી સુરક્ષિત અને હેપી વર્ક પ્લેસ બનાવવી જોઈએ.