મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થાય એ પહેલાં નાણાંપ્રધાન અરુણ જેટલીએ પેટ્રોલ- ડિઝલ પર દોઢ રૂપિયો એકસાઈઝ ડયુટી ઘટાડવાની ઘોષણા કરી દીધી

પેટ્રોલ અને ડિઝલ પર એકસાઈઝ ડયુટી દોઢ રૂપિયો ઓછી થઈ એના કારણે પેટ્રોલ અને ડિઝલ અઢી રૂપિયા સસ્તું થઈ જશે. દરેક રાજયને પણ આ રીતે કિંમત ઓછી કરી નાખવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની વિનંતી બાદ જે જે રાજયોમાં ભાજપની સરકાર છે તે રાજ્યોમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો ઘટાડવામાં આવી છે. કુલ 9 રાજ્યોએ કેન્દ્રના સૂચનનો અમલ કર્યો છે. આ રીતે લોકલાગણીને માન આપીનેો સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો કરી દીધો , તેના કારણે કેન્દ્ર સરકારને મળનાર એકસાઈઝ ડયુટી પર અસર પટશે. આશરે રૂપિયા 10, 500 કરોડની સરકારને ખોટ પડશે.