અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાનું વિધાનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસ માટે આતુરતાથી રાહ જોઈ રહયા છે, પરંતુ એ કયારે સંભવ બનશે, કોણ જાણે!

 

અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વરસે 2019માં 26મી જાન્યુઆરી, ગણતંત્રદિનની ઉજવણીમાં રાષ્ટ્રના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપ્યું છે.

યુએસના વિદેશ મંત્ર્યાલયના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમઉ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ભારતની મુલાકાત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ પ્રમુખના અન્ય રોકાણો  અને વ્યસ્ત કાર્યક્રમોમાંથી એમને કેટલો અવકાશ રહે છે, તેના પર નિર્ભર છે. વિદેશ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બન્ને દેશો વચ્ચે સંબંધો મજબૂત બની રહયા છે. અમેરિકાના અધિકારીઓ સતત ભારતનો પ્રવાસ કરી રહયા છે , એ જ વાત પૂરવાર કરે છે કે, ભારત- અમેરિકાના સંબંધો પરસ્પર વધુ ગાઢ બની રહ્યા છે. કેબિનેટ કક્ષાના અધિકારીઓ અને વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ વરસના દરેક મહિને ભારતનો પ્રવાસ કરી રહ્યા છે. જે દર્શાવે છેકે, ભારત અને અમેરિકા વચ્ચે કેટલા ગાઢ સંબંધો છે…અમેરિકન અધિકારીઓ અને સરકારી એજન્સીઓ વચ્ચે પરસ્પર 40થી વધુ વાર ઘનિષ્ઠ મંત્રણાઓ થઈ ચુકી છે.