વડાપ્રધાન  નરેન્દ્રમોદી કરશે જન આરોગ્ય યોજનાનો પ્રારંભ- આગામી 25મી સપ્ટેમ્બરથી દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ થવાની સંભાવના  

 

આગામી 25 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  જન આરોગ્ય યોજનાનું ઉદ્ધાટન કરવાના છે. એ દિવસથી જ દેશભરમાં આ યોજના કાર્યરત કતરવામાં આવશે. આમ તો આ યોજનાનું વિધિવત ઉદઘાટન વડાપ્રધાન 23મી સપ્ટેમ્બરે જ કરશે, પણ પંડિત દીન દયાળ ઉપાધ્યાયનો જન્મદિન 25મી સપ્ટેમ્બરના હોવાથી આ યોજના એમના જન્મદિવસે લાગુ કરવામાં આવશે. નીતિ આયોગના એક સભ્યાના કહયા અનુસાર, હજી સુધી પાંચ- છ રાજ્યોએ આ યોજનામાં જોડાવા માટે સહીઓ કરી નથી. જયાં સુધી તમામ રાજયોને આ સેવામાં શામેલ નહિ કરાય ત્યાં સુધી ત્યાં આ સેવા લાગુ નહિ કરી શકાય. આ યોજનામાં  સામેલ થવા માટે 15 હજાર હોસ્પિટલોની અરજીઓ આવી હતી. તેમાંથી અડધાભાગની અરજીઓ એટલે કે સાડા સાત હજાર અરજીઓ ખાનગી હોસ્પિટલો દ્રારા કરવામાં આવી હતી. નાના શહેરોમાં હોસ્પિટલોમાં બેઝિક માળખું તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.