પ્રથમ રાફેલ વિમાન ભારતને મળી ગયું ઃ ભારતીય હવાઈદળની શક્તિ અને ક્ષમતામાં વધારો થયો.

REUTERS

ભારતીય હવાઈદળને પહેલું રાફેલ વિમાન મળી ગયું છે. આજે ફ્રાંસની દસોંદ એવિયેશન કંપની દ્વારા ભારતીય વાયુસેનાને એની સોંપણી કરવામાં આવી હતી.નવા રાફેલ વિમાનનને લઈને ડેપ્યુટી એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ એક કલાક સુધી એનું ઉડાન કર્યું હતું. યુધ્ધ વિમાન રાફેલના ઉડ્ડયન – સંચાલન માટે ભારતીય હવાઈદળના પાયલોટને ફ્રાંસના હવાઈદળના કુશળ વિમાનચાલકો દ્વારા ખાસ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 2020ના માર્ચ મહિના સુધીમાં અલગ અલગ બેચના આશરે 24 જેટલા પાયલોટને રાફ્ેલ ઉડાડવા માટેની જરૂરી તાલીમ આપવામાં આવશે. 2015માં ભારત સરકારે રાફેલની ખરીદી માટો સોદો કર્યો હતો. તયેલા કરાર અનુસાર, ભારત કુલ 36 રાફેલ વિમાન ખરીદશે. 

 રાફેલના વેચાણ- ખરીદીના કરાર બાબત અનેક પ્રકારનો વાદ- વ્વાદ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ રાફેલના સોદામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ાક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીએ તો ઠેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરઅણછાજતા આરોપ મૂક્યા હતા. ચોકીદાર ચોર હૈનો નારો વિરોધ પક્ષોએ ગજવી મૂક્યો હતો. વાત ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ હતી. મોદી સરકારને સુપ્રીમ કોર્ટે કલીન ચીટ આપી હતી રાફેલના સોદામાં ભ્ર,્ટાચાર આચરવામાં નથી આવ્યો એવાત અદાલત દ્વારા સિધ્ધ થઈ હતી. મોદી સરકારે ભારતના સૌન્યને વધુ શક્તિશાળી તેમજ સુસજ્જ બનાવવામાટે કામગીરી હાથ ધરી છે. લશ્કરની ત્રણે પાંખોના જવાનોને માટે જરૂરી શસ્ત્ર-સરંજામનીવ્યવસ્થા કરીને દેશની સુરક્ષાને સધન બનાવવાના તમાંમ પ્રયાસો મોદી સરકાર ગંભીરતા સાથે કરી રહી છે.