પાકિસ્તાનના વિદેશમંત્રી કુરૈશી સાથે મંત્રણા દરમિયાન સુષમા સ્વરાજ કરતારપુર સાહેબ કોરિડોર અંગેનો મુદો્ જરૂર રજૂ કરશે.

 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારના જણાવ્યા અનુસાર, સુષમા સ્વરાજ પાકિસ્તાનના વિદેશમંત્રી સાથે મંત્રણા કરશે તે દરમિયાન પાકિસ્તાનમાં આવેલા શીખોના અતિ મહત્વના યાત્રાસ્થળ કરતારપુર સાહિબનો મુદો્ જરૂર રજૂ કરશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌલ બાદલે પણ આ અંગે વિદેશમંત્રીને પત્ર લખ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર અને લોકપ્રિય એન્કર નવજોત સિંઘ સિધ્ધુએ પણ આ અંગે રજૂઆત કરી હતી.