શાહીદ કપુરનું મંતવ્યઃ દેશહિતના કે સામાજિક જાગૃતિના મુદા્ પર બનતી હિન્દી ફિ્લ્મોને લોકો તરફથી સારો આવકાર મળે છે…

 

સામાન્ય માનવીના જીવનની સમસ્યાઓની રજૂઆત કરતી હિન્દી ફિલ્મો હાલમાં સારા પ્રમાણમાં બની રહી છે. લગ્ન, શિક્ષણ, ભ્રષ્ટાચાર, પોલીસ તંત્રની કામગીરી- આવાં વિવિધ વિષયની કથાઓને પરદા પર પ્રતીતિકર લાગે તે રીતે પેશ કરવામાં આવી રહી છે. ઊડતા  પંજાબ, ટોયલેટ- એક પ્રેમકથા જેવી ફિલ્મોને સારો લોક આવકાર મળ્યો હતો. હવે શાહીદ કપુરની એક ફિલ્મ- બત્તી ગુલ, મીટર ચાલુ – વીજળીની ચોરીના સંવેદનશીલ વિષયને કથા દ્વારા રજૂ કરી રહી છે. આ ફિલ્મની સફળતા બાબત શાહીદ કપુર બહુ જ આશાવાદી છે. શાહીદ કહે છે – નાગરિક  સમસ્યાઓ વિષે જાગૃતિ કેળવવાનું કામ કરતી ફિલ્મો લોકોને અવશ્ય ગમે છે. કારણ કે લોકોને તેમાં પોતાના જીવનનું પ્રતિબિંબ દેખાય છે..વીજચોરી એ આપણા દેશની મોટી સમસ્યા છે, બત્તી ગુલ, મીટર ચાલુ ફિલ્મ વીજળીની ચોરીના મુદા્ને પેશ કરે છે.