યુવાન અને પ્રતિભાશાળી અભિનેતા વરુણ ધવન  કહે છે- હું સુપરસ્ટાર નથી, હું સુપરસ્ટાર જેવા ટેગથી દૂર રહેવા માગુ છું.

હાલમાં યુવા અભિનેતા વરુણ ધવન પોતાની ફિલ્મ સૂઈ-ધાગાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ભૂમિકા ભજવી રહયો છે. વરુણ ધવન છ વરસથી ફિલ્મજગતમાં કામ કરી રહયો  છે. અત્યાર સુધીમાં તેણે 11 ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેની મોટાભાગની ફિલ્મો ટિકિટબારી પર કમાણી કરી છે. વરુણ ધવનનો પોતાનો બહોળો ચાહક વર્ગ પણ છે. આમ છતાં વરુણને સુપરસ્ટારની ઉપમા નથી ગમતી. એ કહે છેઃ મારું કામ મારા પ્રશંસકોને ખુશી થાય તેવો ઉમદા અભિનય કરવાનું છે. મારા ચાહકોને હું મનોરંજન આપી શકું તોજ મને સંતોષ થશે..