કોઈ પણ ફિલ્મના નિર્માણ બાબત હું સદા બ્લાઈન્ડ ગેઈમ રમું છું. —અનુરાગ કશ્યપ

 

ફિલ્મને કેવો રિસ્પોન્સ મળશે તેની હું બહુ પરવા કરતો નથી. મારા ફિલ્મ- સર્જક મિત્રો બધું અગાઉથી પ્લાનિંગ કરી લે છે. મારા માટે ફિલ્મનું શૂટિંગ એ કશુંક સમજવાની, કશુંક શોધવાની પ્રક્રિયા છે. મારી ફિલ્મ એ મારો અવાજ છે.

 ઉપરોકત વાત જાણીતા યુવા ફિલ્મ- સર્જક અનુરાગ કશ્યપે કરી હતી. આગામી 18મી સપ્ટેમ્બરના તેમની ફિલ્મ મનમર્જીયાં રિલિઝ થઈ રહી છે. જેમાં અભિષેક બચ્ચન, વિક્કી કૌશલ ભૂમિકા ભજવી રહ્યા છે. બે વરસના ગેપ બાદ જુનિયર બચ્ચનની ફિલ્મ આવી રહી છે. અભિષેક આ ફિલ્મ માટે બહુ આશાવાદી છે.