નેપાળ  12 દિવસ સુધી ચીનના સૈન્ય સાથે મળીને સહિયારો યુધ્ધ પ્રવાસ કરશે..

REUTERS

નેપાળ પર આજકાલ ચીનના જાદુની અસર પડી હોય એમ લાગે છે… ભારત સાથેની જૂની મૈત્રીને ભૂલીને નેપાળ આજકાલ દરેક બાબતે ચીનની સોડમાં ભરાઇને નિણૅય લઈ રહ્યુ હોય એમ જણાય છે. ભારત સાથે સૈન્ય અભ્યાસમાં શામેલ ન થઈને હવે નેપાળ ચીન સાથે સૈન્યાભ્યાસમાં જોડાઈ રહયું છે. આ અભ્યાસ 17થી 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. નેપાળ સરકાર બિમ્સટેક દરમિયાન સંરક્ષણ અને સામાન્ય સુરક્ષા સહયોગને વધારવા માટેના ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી  રાજી નથી થયું. સાવ છેલ્લા સમયમાં નેપાળ સરકારે અલગ લીધેલા પ્રયાસોને કારણે ખુશ નથી.