લાંબાગાળા સુધી કેન્સરની સારવાર માટે ન્યુયોર્કમાં રોકાયેલા પ્રસિધ્ધ અભિનેતા ઋષિ કપુરનું ભારતમાં આગમન 

    11 મહિના, 11દિવસ સુધી કેન્સરની સારવાર માટે  પત્ની નીતુ સિંહ સાથે ન્યુ યોર્કમાં રોકાયેલા જાણીતા લોકપ્રિય અભિનેતા સંપૂર્ણ સાજા થઈને ભારત  પાછા ફર્યા હતા. કેન્સરની સારવાર માટે અમેરિકામાં રોકાયેલા ઋષિ કપુર તેમની માતા ક્રિષ્ણા કપુરના અવસાન સમયે  પણ ભારત જઈ શક્યા નહોતા. તેમના સારવારના સમયગાળા દરમિયાન પુત્ર રણવીર કપુર અને પુત્રી રિધ્ધિમાએ તેમજ કુટુંબીજનો અવારનવાર તેમની તબિયત જોવા માટે ન્યુયોર્કની મુલાકાત લેતાં હતાં. શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર સહિત બોલીવુડના કલાકારોએ તેમની ન્યુયોર્ક ખાતે મુલાકાત લીધી હતી. ભારત પાછા ફરતાની સાથે ટવીટ કરીને ઋષિ કપુરે તેમના આગમનની જાણ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. બોલીવુડના અનેક કલાકાર- કસબીઓએ તેમના આગમનને ટવીટ કરીને આવકાર્યું હતું.