મોદી સરકારની બીજી ઈનિંગ્સનું અવલોકનઃ મોદી સરકારો કાર્યકાળના પ્રારંભના 100 દિવસોમાં બજાવેલી કામગીરી

વડાપ્રધાન નરેન્દ્ર         મોદી આરંભના સમયગાળા દરમિયાન વિશ્વના સાત દેશોની મુલાકાત લીધી..પાડોશી દેશો સાથેના સંબંધોને અગ્રીમતા આપવાની નીતિનો અમલ કર્યો. રશિયાની મુલાકાત લઈને ભારતીય રાજકારણની વ્યવહારુ મુત્સદી્ગીરીનો પરિચય આપ્યો. વારંવાર ચીનની સોડમાં ભરાઈને પોતાની જાતને ચીનના અંગત મિત્ર તરીકે ઓળખાવતા પાકિસ્તાને એ વાતની પ્રતીતિ કરાવવાની પણ જરૂરત હતીકે, ભારતને અમેરિકાની જેમ રશિયાનો પણ ટેકો છે. ચીનને માટે પણ આ જાણવું જરૂરી હતું. ફ્રાંસમાં જી-7સંમેલનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મોદીની બેઠક પણ છર્ચામાં રહી હતી. યુએઈમાં પણ મીડિયાએ મોદીની મુલાકાતને મહત્વ આપ્યું  હતું. મોદીની માલદીવ, શ્રીલંકા તેમજ ભૂતાનની મુલાકાતે સુરક્ષા અને વિકાસનીદ્રષ્ટિએ ભારતના પાડોશી રાષ્ટ્રાો સાથેના સંબંધોના નવાં પરિમાણ સિધ્ધ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24-25 ઓગસ્ટે બહેરીનની મુલાકાત લીધી હતી. ત્યાં વસતા ભારતીય સમુદાય સમક્ષ સંવાદનો સેતુ રચ્યો, અસરદાર વકતવ્ય આપ્યું. રસિયામાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવાના હેતુથી રશિયાની મુલાકાતે ગયેળા મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મંત્રણા કરી. બન્ને નેતાઓ વચ્ચે પરસ્પર સંવાદનો તેમજ વિચાર- વિમર્શનો અદભુત દોર રચાયો. ભારત- રશિયાએ અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા. 

     પાર્લામેન્ટમાં પસાર કરાયેલા બિલ  તેમજ લેવાયેલા મહત્વના નિર્ણયોની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેોન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 100 દિવસના સમયગાળાનો ઉજળો હિસાબ આપ્યો છે.