અમેરિકામાં વસતા ગેરકાયદે વિદેશીઓ પર અમેરિકાનું વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહયું છે …

અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરનારા લોકો પર તેમજ અમેરિકામાં રહેવા માટે ગેરકાનૂની રસ્તાઓ અપનાવતા વિદે્શી વસાહતીઓ પર અમેરિકાનું વહીવટતંત્ર ચાંપતી નજર રાખી રહયું છે. સંબંધિત અધિકારીવર્ગને કડક સૂચના આપવામાં આવી છે કે, તેઓ છેતરપિંડી કરનારા તેમજ પાસપોર્ટમાં ઘાલમેલ કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરે. તેમને પકડીને જેલભેગા કરવાની અને તેમનો દેશનિકાલ કરવાનો આદેશ અપાયો હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.