પાટીદાર સમાજને અનામતના લાભો પ્રદાન કરવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે 10 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર સમાજની 6 સંસ્થાઓ જોડાઈ ગઈ….

 

પાટીદાર અનામત આંદોલનના અગ્રણી યુવા નેતા હાર્દિક પટેલના સમર્થન મા આગળ આવેલી છ પટેલ સંસ્થાના આગેવાન હોદે્દારોની સરકાર સાથે બેઠક યોજવામાં આવી હતી.

પાટીદારોને કયારે અનામત મળશે તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર સંસ્થાના અગ્રણી ડો. સી કે. પટેલ  સ્પષ્ટપણે આપી શકયા નહોતા. તેમણે એ અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો. હાર્દિક જયારે ઈચ્છશે ત્યારે તેની સાથે ચર્ચા- મંત્રણા કરવા સરકાર તૈયાર હોવાનું જણાવવવામાં આવ્યું હતું. પાટીદાર ,સમાજની 6 સંસ્થાઓના હોદે્દારોની બેઠક બાદ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, ઉપરોક્ત આગેવાને જે નિર્ણય લેશે તેને હાર્દિક પટેલ શિરોમાન્ય ગણશે. પાટીદાર સમાજના અગ્રણીઓએ  જણાવ્યું હતું કે, જો હાર્દિક ઈચ્છશે તો સંસ્થાના વડા તેને પારણાં કરાવશે.