વિખ્યાત અને અતિ ચર્ચાસ્પદ ઉર્દૂ સાહિ્ત્યકાર સઆદત હસન મન્ટોની ફિલ્મમાં કામ કરનારા કલાકારોએ મહેનતાણું ના લીધું..

 

મન્ટોની ફિલ્મનું નિર્દેશન કરનાર જાણીતી અભિનેત્રી નંદિતા દાસે જણાવ્યું હતું કે, ફિલ્મમાં મન્ટોની ભૂમિકા ભજવવા માટે નવાજુદી્ન સિદી્કીએ માત્ર એક રૂપિયો ફી લીધી હતી. જયારે ફિલ્મના અન્ય કલાકારો ઋષિ કપુિર, ગાયક ગુરદાસમાન અને લેખક જાવેદ અખ્તરે એક પણ પૈસો લીધો નથી. આ મહાન સર્જકની ફિલ્મમાં કામ કરવાનો જે આનંદ અને સંતોષ અમને મળ્યો છે તે અમૂલ્ય છે એવું આ તમામ ફિલ્મ- કસબીઓએ  જણાવ્યું હતું.