બોલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાન વાત કરે છે હોલીવુડની..

Reuters

તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોલીવુડના બાદશાહ તરીકે ઓળખાતા પીઢ સુપર સ્ટાર શાહરુખ ખાને કહયું હતું કે, તેમને આજદિન સુધી હોલીવુડની ફિલ્મમાં કલાકાર તરીકે ભૂમિકા ભજવવાની કોઈ જ ઓફર મળી નથી. તેમણે વિશેષમાં એવી ટિપ્પણી કરી હતી કે, ભવિષ્યમાં એક દિવસ એવો આવશે કે હોલીવુડના નામંકિત અભિનેતા ટોમ ક્રુઝ કહેશે કે, તેમણે એક બોલીવુડની ફિલ્મ સાઈન કરી છે. ક્રિસ્ટોફર નોલાન જેવા હોલીવુડના સમર્થ ડિરેકટર એવું કહેશે કે, ભારતમાં કોઈ વ્યક્તિ એવી છે કે જે ઈચ્છે છે કે, હું બોલીવુડની ફિલ્મનું દિગ્દર્શન કરું…