કેરળમાં  મલ્લપુરમની મસ્જિદમાં હિંદુ શરણાર્થીઓ સાથે મળીને ઈદ મનાવતા મુસ્લિમો

IANS

ઈદ શબ્દનો શાબ્દિક અર્થ થાય છેઃ ખુશી. આનંદ. સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરલના નીલાંબુરમાં રાહત છાવણી તરીકે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો એ મસ્જિદમાં અતિવૃષ્ટિને કારણે બેઘર બનેલા અનેક લોકો શરણું લઈ રહ્યા હતા. આશરો સવાસો જેટલા લોકો આ મસ્જિદમાં શરણું લઈ રહયા છે.તેમાં તેમાં 12 જેટલા હિંદુ પરિવાર પણ સામેલ છે. બકરી  ઈદની પૂર્વ સંધ્યાએ આ વાત જાણવા મળી હતી. હિંદુ અને મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈને ઈદનો તહેવાર મનાવ્યો હતો.