18 ઓગસ્ટે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સગાઈ થઈ રહી છે….

 

18 ઓગસ્ટે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સગાઈ થઈ રહી છે….

 

બોલીવુડની ટોચની અભિનેત્રી તેમજ વિદેશી ટીવી સિરિયલ અને ફિલ્મમાં અભિનય કરીને લક્ષ્મી અને નામના – બન્ને પ્રાપ્ત કરનારી પ્રિયંકા ચોપરાની  યુવાનવર્ગમાં જાણીતા અને માનીતા પોપ સિંગર , રાઈટર, અભિનેતા તેમજ ડિરેકટર -સોહામણું વ્યક્તિત્વ ધરાવતા અમેરિકન નિક જોનાસ સાથે 18 ઓગસ્ટે સગાઇ થઈ રહી છે. એ પ્રસંગમાં હાજરી આપવા નિક જોનાસના માતા- પિતા પણ નિક સાથે મુંબઈ પહોંચી ગયાના સમાચાર અધિકૃત સૂત્રોએ જણાવ્યા હતા.

 સગાઈ બાદ પ્રિયંકા એક ભવ્ય પાર્ટીનું આયોજન કરી રહી છે. જેમાં તેના બોલીવુડના મિત્રો. સાથીદારો, સહકર્મીઓ સહિત અનેક લોકો હાજરી આપે તેવી સંભાવના છે. જોકે મળતી માહિતી અનુસાર, શાહરુખ ખાન, સલમાન ખાન, કેટરિના કૈફ અને શાહિદ કપુર આ પાર્ટીમાં શામેલ નહિ થાય તેવી શકયતા છે.