બોલીવુડના સિંગર મિકા સિંધે પાકિસ્તાન જઈને પરફોર્મ કર્યું, કરાચીમાં જઈને ગીતો ગાયાં, ને ભારતમાં એના પ્રશંસકો ખફા થયા, નારાજ થયા..

     પાકિસ્તાનના જુલ્મી શાસક પરવેઝ મુશર્રફના  નિકટના સંબંધીના લગ્ન સમારંભમાં મહેન્દીની રસમ માટે આયોજિત કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે બોલીવુડ સિંગર અને જાણીતા પંજાબી ગાયક દલેર મહેન્દીના નાના ભાઈ મિકા સિંઘને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આથી મિકા સિંઘે પાકિસ્તાન જઈને લગનના કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યા હતા. જુમ્મેકી રાત હૈ- ગીત રજૂ કરતો તેનો વીડિયો વાયરલ થથાં તેમજ પાકિસ્તાનના મીડિયામાં આ અંગેના સમાચાર પ્રકાશિત થતાં ભારતમાં એનાો સાર્વજનિક વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ તેમજ તેના ચાહકોએ પણ મિકા સિંઘના  પાકિસ્તાન પ્રવાસની નિંદા કરી હતી. હાલમાં પાકિસ્તાન- ભારત વચ્ચેનાી સંબંધો તંગદિલીની પરાકાષ્ઠાએ છે. 370 કલમ રદ કરાયા બાદ પાક્સ્તાિન રોજબરોજ ભારત વિરોધી નિવેદનો કરી રહ્યું છે.ભારત- પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો તેમજ વ્યાપારી સંબંધો પાકિસ્તાને અચાનક તોડી નાખ્યા છે. પાકિસ્તાનમાં બોલીવુડની ફિલ્મો રિલિઝ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં મિકા સિંધે પાકિસ્તાન જઈને પરફોર્મન્સ આપવાનું પગલું ભર્યું તેની ભારતમાં ઉગ્ર ટીકા અને વિરોધ થઈ રહ્યો છે. ઓલઈન્ડિયા સિનવર્કર્સ એસો- AICWAએ મિકા સિંધને બેન કરવાનો અને એનું બાયકોટ કરવાનો નિર્ણય લીધો છે. સમગ્ર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. એ સાથે જ મ્યુઝિક કંપનીઓ, મુવી પ્રોડકશન હાઉસ અને ઓનલાઈન મ્યુઝિક  કન્ટેન્ટ પ્રોવાઈડર પણ તેને બાયકોટ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, મિકાએ પરવેઝ મુશર્રફના સંબંધી અસદની દીકરી સેલિનાની મહેન્દી ઈવેન્ટમાં ગીતો પેશ કર્યા હતા. અત્યારે તો ભારતમાં ચારેકોરથી એની ટીકા અને નિંદા થઈ રહી છે. ભારતના પ્રશંસકો એનાથી ખૂબ જ નારાજ થયીાછે, તેમનામાં ભારે રોષની લાગણી છે. મિકા સિંઘે દેશની વિરુધ્ધ કાર્ય કર્યુ હોવાથી બોલીવુડ તેના પ્રત્યો ધિક્કાર વ્યક્ત કરી રહ્યું છે.