ન્યુ જર્સીમાં 14મી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડમાં અનુપમ ખેર ઉપસ્થિત રહેશે

ન્યુ યોર્કઃ ન્યુ જર્સીમાં આયોજિત 14મી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડમાં બોલીવુડના અભિનેતા અનુપમ ખેર, ભારતીય ટીવી સ્ટાર નિહારિકા રાઇઝા અને ટીવી પત્રકાર રીચા અનિરુદ્ધ ઉપસ્થિત રહેશે. આ પરેડનું આયોજન ઇન્ડિયન બિઝનેસ એસોસિયેશન દ્વારા 12મી ઓગસ્ટ, રવિવારે બપોરે એક વાગ્યે ઓક ટ્રી રોડ એડિસનથી ઇઝલીન, ન્યુ જર્સી સુધી કરવામાં આવ્યું છે આ પરેડમાં 40 હજારથી વધુ લોકો ભાગ લે તેવી ધારણા છે, જેમાં 20 ફલોટ પ્રદર્શિત કરાશે.