પાકિસ્તાનને અપાતી સહાય પર કાપ મૂકતું  ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર , …ત્રાસવાદી સંગઠનો વિરુધ્દ કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલ પાકિસ્તાનથી અમેરિકા નારાજ છે. .. પાકિસ્તાનને અપાતી સૈનિક પ્રશિક્ષણ સહાય ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે  સાવ ઓછી કરી નાખી…

REUTERS

પાકિસ્તાન સાથે અમેરિકા સતત સખ્તાઈ ભરેલો વર્તાવ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ત્રાસવાદી સંગઠનોને રક્ષણ મળે છે. ત્યાં બેરોકટોક આતંકી તાલીમની શિબિરો યોજાય છે. પાકિ્સ્તાનની સરકાર આતંકી પ્રવૃત્તિઓને રોકવામાં અસફળ રહી છે. પાકિસ્તાન  ત્રાસવાદને પોષી રહ્યું છે. ત્રાસવાદને ડામવા માટે પાકિસ્તાનની સરકાર કોઈ જ પ્રકારના અસરકારક પગલાં લેતી નથી. પાકિસ્તાનમાંથી ત્રાસવાદીઓ પડોશના દેશમાં ધુસણખોરી કરે છે. આ વાત હવે આખું જગત જાણી ગયું છે. પાકિસ્તાનનો અસલી ચહેરો હવે દુનિયાએ જોઈ લીધો છે. અમેરિકાએ અનેકવાર પાકિસ્તાનને ત્રાસવાદ વિરુધ્ધ સખત કાર્યવાહી કરવાની તાકીદ કરી હોવા છતાં પાકિસ્તાન કોઈ જ પગલાં લેતું નથી. આથી રોષે ભરાયેલું અમેરિકા હવે પાકિસ્તાનને પાઠ ભણાવવા માગે છે. પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓને અાપનારા સૈનિક તાલીમ પ્રશિક્ષણ તેમજ શૈક્ષણિક કાર્યક્રમોમાં કાપ મૂકી દીધો છે. આ અગાઉ અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સંરક્ષણ સહાયમાં ધટાડો કર્યો હતો. હવે પાકિસ્તાનના સૈન્યને અપાનારા પ્રશિક્ષણના કાર્યક્રમોમાં ધરખમ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.