બોલ બચ્ચન ફિલ્મની સિકવલ બની રહી છે…

 

2012માં રજૂ થયેલી અજય દેવગણ અને અભિષેક બચ્ચનની ફિલ્મ બોલ બચ્ચનને લોકોને પસંદ પડી હતી. ટિકિટબારી પર પણ આફિલ્મ સફળ થઈ હતી.અભિષેક બચ્ચન અને અજય દેવગણની જોડી પણ  લોકપ્રિય બની હતી. આથી હવે આ ફિલ્મની સિકવલ બનાવવાનું અજય ગંભીરતાથી વિચારી રહ્યો છે. અભિષેક અને જહોન અબ્રાહમની ફિલ્મ દોસ્તાનાની રિમેક પણ બની રહી છે. આમ લોકોને ગમેલી અને બોકસ ઓફિસ પર સફળ થયેલી ફિલ્મોને યેનકેન પ્રકારે ફરી નવા અવતારમાં રજૂ કરીને ફોર્મ્યુલા કેશ કરી લેવાનું આજકાલ બોલીવુડના નિર્માતાઓ વિચારી રહ્યા છે..