અમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધ લગાવ્યો  – મોટરકાર અને કાર્પેટ ઉદ્યોગ પ્રતિબંધના સકંજામાં…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનની આયાત પર પ્રતિબંધનો સકંજો કસ્યો છે. અગાઉ ઈરાન સાથે બહુપક્ષીય પરમાણુ સમજૂતી થયા બાદ પ્રતિબંધોને હટાવવામાં આવ્યા હતા. ગત મે મહિનામાં અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમરિકા પરમાણુ- સંધિમાંથી બહાર નીકળી જશે એવી જાહેરાત કરી હતી. પ્રતિબંધના  પહેલા તબક્કામાં અમેરિકાએ ઈરાનના વિદેશી હૂંડિયામણ,કાર્પેટ, મોટરો સહિત મહત્વના વ્યાપાર પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ સમજૂતીને ભયાનક અને એકતરફી સોદો ગણાવ્યો હતો. યુરોપીય સંઘના પ્રમુખ ફેડરિકા મોગેરિનીએ જણાવ્યું હતું કે, અમેરિકાએ ઈરાન પર ફરીથી પ્રતિબંઘ લગાવ્યો તે અંગે બ્રિટન, ફ્રાંસ, જર્મની સહિતના રાષ્ટ્રોએ ખેદની લાગણી વ્યક્ત કરી છે.