ઈમરાન ખાનને તાજપોશી પહેલાં જબરદસ્ત ઝટકો આપ્યો અમેરિકાએ…..

ઈમરાન ખાન પાકિસ્તાનનો વડાપ્રધાન બનવાનો છે. 11ઓગસ્ટે તેમનો શપથવિધિ થાય તે પહેલાં અમેરિકાએ પાકિસ્તાનના સંભવિત વડાપ્રધાનને જબરો ઝટકો આપ્યો છે. અમરિકા તરફથી પાકિસ્તાનને અપાતી સુરક્ષા  માટેની સહાયના ફંડમાં ઘટાડો કરવાનું જાહેર કર્યું છે. અમેરિકાની સંસદે પાકિસ્તાનને અપાતી સુરક્ષા સહાયમાં જબરદસ્ત કાપ મૂકવાનો નિર્ધાર કર્યો છે. હવે પાકિસ્તાનને અમેરિકા દ્વારા માત્ર150 મિલિયન ડોલરની જ આર્થિક સહાય આપવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત- પાકિસ્તાનના સંબંધો તનાવપૂર્ણ રહ્યા છે. એ જ રીતે પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો તો સાવ વણસી ગયા છે. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં પરસ્પર કડવાશની માત્રા વધી રહી હોવાનું કારણ પાકિસ્તાનનું ત્રાસવાદીઓ પ્રત્યેનું નરમ વલણ છે. અમેરિકાની કોંગ્રેસે પાકિસ્તાનને અપાતી સુરક્ષા  સહાયમાં કાપ મૂકવાનું બિલ પાસ કરી દીધું છે. બિલ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહી કરશે એટલે એનો અમલ શરૂ થઈ જશે. …