મોદી સરકારે સર્વોચ્ચ અદાલતના કોલેજિયમની ભલામણનો સ્વીકાર કર્યો…

કેન્દ્રની ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણનો સ્વીકાર કરીને ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવ્યા છે. એ સાથે મદ્રસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઈન્દિરા બેનરજી તેમજ ઓડિસા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનિત શરણની પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુક કરવામાં આવી હોવાનું સત્તાવારસમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.