પાકિસ્તાનના વડાપ્રધાનપદનો તાજ કાંટાળો છે, ઈમરાન ખાન, સાવધાન !

REUTERS

હાલમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડગુમગુ છે. રાજકીય વાતાવરણ ડામાડોળ છે. સામાન્ય જનતાનું જીવન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. આમ જનતાના જન- માલની સલામતીનો કોઈ વિશ્વસનીય બંદોબસ્ત નથી . પાકિસ્તાનનું લશ્કર અને તેના આગેવાનો મનસ્વી નિર્ણયો લેવા માટે જાણીતા છે. આવી પરિસ્થિતિમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને તહરિકે ઈન્સાફ પક્ષના પ્રમુખ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાનનો કાર્યભાર સંભાળવાના છે. પાકિસ્તાન હાલમાં દેશી અને વિદેશી દેવાના બોજ હેઠળ દબાયેલું છે. આ ઉપરાંત અસમતોલ વેપારને કારણે પાકિસ્તાન સામે બેલેન્સ  ઓફ પેમેન્ટની એક ગંભીર સમસ્યા ડોળા કાઢીને ડરાવી રહી છે…પાકિસ્તાન સામે અસંખ્ય આર્થિક પડકારો ઊભા છે. આ બધાનું નિરાકરણ કરવું સરળ નથી. વિદેશના અને દેશના- બન્ને મોરચે ઈમરાને એમનું કૌવત બતાવવાનું છે. પાકિસ્તાનનું વડાપ્રધાન પદ હાલ તો કાંટાનો તાજ જ પુરવાર થશે..