શ્રીદેવીની પુત્રી જાહનવી કપુર કહે છેઃ મારે પરદા પર મધુબાલા, મીના કુમારી અને વહીદા રહેમાન જેવી ભૂમિકાઓ ભજવવી છે, એમના જેવો  જાદુ રૂપેરી પરદે પ્રગટ કરવો છે..

Reuters

લાજવાબ અભિનય પ્રતિભા ધરાવતી બોલીવુડની વિશિષ્ટ અદાકારા સદગત શ્રીદેવીની પુત્રી જહનવી ફિલ્મ ધડકથી રૂપેરી પરદે પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મ 20મી જુલાઈએ રિલિઝ થવાની છે. તાજેતરમાં પત્રકારો સાથે  મુલાકાત દરમિયાન જાહનવી કપુરે કહયું હતું કે, મારી ઈચ્છા હિન્દી ફિલ્મની મહાન અભિનેત્રીઓ મધુબાલા, મીના કુમારી , વહીદા રહેમાન જેવો અભિનય અને ભૂમિકા કરવાની છે. આ મહાન અદાકારાઓએ એમના અભિનયથી રૂપેરી પરદા પર જાદુ પાથરી દીધો હતો. તેમણે  કરેલી ભૂમિકાઓ ચિરંજીવ બની ગઈ છે. મીનાકુમારીજીની પાકિઝા ,સાહિબ ,બીવી ઓર ગુલામ, વહીદા રહેમાનની ફિલ્મ ગાઈડ, મધુબાલાની ફિલ્મ મુગલે આઝમ, ચલતી કા નામ ગાડી , હાવડાબ્રિજ મેં અનેકવાર જોઈ છે. મારે એમના જેવી ભૂમિકાઓ ભજવવી છે. એજ મારી મહેચ્છા છે.