અક્ષય કુમારની આગામી ફિલ્મ મિશન મંગલનું જોરદાર ટીઝર રિલિઝ થયું ..

આજકાલ બોલીવુડમાં એકશન ફિલ્મોની બોલબાલા છે. એમાંય મોટાભાગની એકશન ફિલ્મોમાં અક્ષયકુમાર ભૂમિકા ભજવતો રહે છે. કદાચ ફિલ્મનું કથાનક એકશનનું ના હોય તો પણ એ ફિલ્મમાં આવતા નાના -મોટા દ્રશ્યોમાંં જેતે સ્ટંટ કરીને અક્ષય લોકપ્રિયતા હાંસલકરી લે છે.. તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગળનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અનેક આશ્ચર્યજનક દ્રશ્યો પ્રેક્ષકનો જોવા મળશે, આ ફિ્લમમાં વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નૂ, કૃતિ સેનન વગેરે કલાકારો પણ ભૂમિકા ભજવી રહ્યા છે. વિજ્ઞાન- ફિકશનના કથાનકવાળી આ ફિલ્મને વાસ્તવ અને કલ્પનાનાં પ્રમાણ-ભાન સાથેના સંયોજનથી પેશ કરવી એ નિર્દેશક માટે પણ એક પડકાર છે.