ભારતની અમેરિકા સાથેની ટેરિફ નીતિથી પ્રમુખ ટ્રમ્પ સખત નારાજ છે…

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતની ટેરિફ નીતિની ટીકા કરતાં ટવીટ કર્યું હતું કે, અમે છેલ્લા ઘણા સમયથી ભારતમાં જતાં અમેરિકન ઉત્પાદનો પર લગાવવામાં આવનતા ટેરિફ (ટેકસ) અંગે ભારત સાથે ચર્ચા ને વાતચીત કરી રહ્યા છીએ. પરંતુ હવે એ બધું અમને સ્વીકાર્ય નથી. ટવીટ કરીને પ્રમુખ ટ્રમ્પે પોતાની નારાજગી વ્યક્ત કરી એ બાબતને રાજકીય પંડિતો ઘંભીરતાથી જોઈ રહ્યા છે. વિશ્વની બે મહા ન લોકશાહી અર્થ- વ્યવસ્થાઓની વચ્ચે ટકરાવની અને વિવાદ – વિખવાદની સ્થિતિ ઊભી થાય એ હિતાવહ  નથી. હવે ગણતરીના દિવસો બાદ ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર મંત્રણાઓ શરૂ થવાની છે. આવતા સપ્તાહમાં જ યુએસએ સરકારનું વ્યાપાર પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવી રહ્યું છે. જી-20 સમિટમાં પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ ટેરિફના મુદા્ બાબત ચર્ચા થઈ હતી. માનવામાં આવી રહ્યું છેકે ટ્રમપની નારાજગી પેશ કરતા ટવીટની અસર બન્ને દેશો વચ્ચે થનારી વ્યાપાર- મંત્રણા પર અવશ્ય પડવાની.