અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ચંદામામા દૂર કે ફિલ્મ છોડી દીધી.

Reuters

પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે  ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોનીની બાયોપિકમાં ભૂમિકા ભજવીને પ્રેક્ષકોની પ્રશંસા હાંસલ કરી હતી. હવે તે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકની સિક્વલમાં કામ કરવાની તૈયારી કરી રહ્યો છે. ચંદા મામા દૂર કે ફિલ્મમાં તે અવકાશયાત્રીની ભૂમિકા ભજવવાનો હતો. આ રોલ માટે એણે ખાસ નાસાની મુલાકાત લઈને જરૂરી જાણકારી અને તાલીમ પણ લીધી હતી. અવકાશયાત્રીની ભૂમિકા એની મનગમતી ભૂમિકા હતી. પરંતુ એની અન્ય ફિલ્મના શિડ્યુલની તારીખો સાથે ક્લેશ થતો હોવાથી એને ના છૂટકે ચંદામામા દૂરકે ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લેવો  પડયો હોવાનું બોલીવુડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. સુશાંત સિંહે વરુણ માથુર સાથે મળીને એક કંપની સ્થાપી હતી. સુશાંત પોતે વિજ્ઞાનનો વિદ્યાર્થી રહ્યો છે. અવકાશ વિજ્ઞાનમાં એને ખૂબ રસ છે. હાલ તેની પાસે ચારેક ફિલ્મો છે. જેને પૂરી કરવા માટે તારીખો ફાળવવી જરૂરી છે. આથી શૂટિંગ માટે તારીખોની સમસ્યા ઊબી થવાને કારણે એણે કચવાતા મને પોતાની મનગમતી ભૂમિકા જતી કરવી પડી છે.