મુસ્લિમ રાષ્ટ્રોના પ્રવાસીઓની અમેરિકાના વિઝા નહિ આપવાના પ્રમુખ ટ્રમ્પના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠરાવ્યો

 

આતંકવાદનો મુખ્ય સ્ત્રોત કેટલાક મુસ્લિમ દેશો છે. કેટલાક મુસ્લિમ કે ઈસ્લામિક દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન અને સંરક્ષણ મળી રહયું હોવાની વાત તો હવે જગજાહેર થઈ ગઈ છે. મુસ્લિમ દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં આતંકવાદી હોવાની આશંકા સાવ ખોટી ન ગણાય. આથૂી અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે મુસ્લિમ દેશોના પ્રવાસીઓ માટે કાયદો કડક કર્યો હતો તેમજ કેટલાક પ્રતિબંધો પણ જાહેર કર્યા હતા. તેની વિરુધ્ધ અમેરિકાની નીચલી અદાવતે આપેલા ચુકાદાને રદ કરીને સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.