એક દેશ, એક ચુનાવની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં 21 રાજકીય પક્ષોના અગ્રણીઓએ હાજરી આપી..મુદા્ પર મત- મતાંતર.

 એકદેશ, એક ચુનાવનો મુદો્ ચર્ચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ  હેઠળ સર્વ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાટે 40 રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી કુલ 21 રાજકીય પક્ષોએ બેટકમાં હાજરી આપી હતી. દેશમાં વારંવાર રાજ્યની વિધાનસભાઓ અનોે સોકસભાની ચૂંટણીઓ થતી રહેતી હોવાથી સરકાર પર ખર્ચનો વધુ બોજો પડે છે. આથી લોકસભા તેમજ દેસના તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એકસાથે કરવા  બાબત ભારતીય જનતા પક્ષ સૂચન કરી રહ્યો છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, બેઠકમાં હાજરી આપનારા મોટાભાગના રાજકીય પક્ષોએ આ મુદા્ની તરફેણ કરી હતી. બીજદના નેતા તેમજ ઓડિસાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે કહ્યું હતું કે, તેમનો પત્ર એકદેશ, એક ચુનાવનું સમર્થન કરે છે. કોંગ્રેસ, સપા, બસપા, શિવસેના દ્રમુક, તેલુગુદેશમ અને તૃણમૂલ કોંગ્રેસ વગેરે રાજકીય પક્ષોએ ઉપરોક્ત બેઠકમાં હાજરી આપી નહોતી. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ તેમજ બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ બેઠકમાં હાજરી આપવાનો પહેલેથી જ ઈન્કાર કરી દીધો હતો. આ સવર્પક્ષીય બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશકુંમાર, રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર, સિરોમણિ અકાલી દળના  નેતા સુખબીર બાદલ, પીડીપી નેતા મહેબૂબા મુફ્તી, વાઈએસઆરના નેતા જગ મોહન રેડ્ડી ડાબેરી સામ્યવાદી પક્ષના નેતા સીતારામ યેચુરી તેમજ ડી રાજા આદિ નેતાઓએ હાજરી આપી હતી.