ગુજરાતના મુખ્યપ્રધાન  વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે જઈ રહ્યા છે- તેમની ગેરહાજરીમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવશે .

IANS

ગુજરાતનું મુખ્યપ્રધાનપદ સંભાળ્યા બાદ વિજય  રૂપાણી આ પ્રથમવાર જ વિદેશ યાત્રાઓ જઈ રહ્યા છે. આગામી 26જૂનથી રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે જશે. તેઓ 1લી જુલાઈના પાછા ફરશે. તેમની સાથે અન્ય8 સભ્યોની ટીમ પણ પ્રવાસે જઈ રહી છે. જેમાં અગ્રસચિવ અશ્વિનીકુમાર, કૃષિ રાજ્યમંત્રી જયદ્રથ સિંહ પરમાર, કૃષિસચિવ સંજયપ્રસાદ., પાણી પુરવઠા સચિવ જે.પી. ગુપ્તા વગેરેનો સમાવેશ થાય છે.