2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ તૈયારી કરી રહ્યો છેઃ ભ્રષ્ટાચાર અને બ્લેકમનીને પ્રચારનો અગ્રીમ મુદો્ બનાવવામાં આવશે ..

 

આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, 2019માં યોજાનારી લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચાર અને કાળાં નાણાના વિષયને પ્રચારમાં અગ્રીમતા આપવામાં આવશે. ગત લોકસભાની ચૂંટણીની જેમ 2019માં પણ પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત પ્રતિભાને જ પ્રચારમાં અગ્રીમતા આપવામાં આવશે. મતદારોને આકર્ષવા માટે ભાજપ દ્વારા નવું સ્લોગન- નવું સૂત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભાજપના સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ દ્વારા 3 મિનિટનો એક વિડિયો બનાવવામાં આવ્યો છે. જે વિડિયોને પક્ષ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી મળી ગઈ છે. ત્રણ મિનિટના આ પ્રચાર વિડિયોમાં વડાપ્રધાન સરકારે મેળવેલી સિધ્ધિઓની  વાત રજૂ કરશે. વડાપ્રધાનના આ 30 સેકન્ડના વિડિયોને સોશ્યલ મિડિયા પર પ્રસારિત કરવામાં આવશે. ફેસબુક, ટવીટર અને વોટસએપ દ્વારા એને આમજનતા સુધી પહોંચાડવામાં આવશે. ભાજપ નવા પ્રચારસૂત્ર દ્વારા જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. સાફ નિયત, સહી વિકાસ તેમજ કામ અધૂરા, એક મૌકા મોદી સરકાર, કામ પૂરા હોને કા વગેરે નવા પ્રચાર સૂત્રો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.