પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને  દેશ છોડવાની મનાઈ –

 

REUTERS

પાકિસ્તાન  સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને પાકિસ્તાનની બહાર જવાની મનાઈ ફરમાવી છે. તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાનની હાલની સરકારે તેમને એક્સિટ કંટ્રોલ લિસ્ટમાં મૂકી દીધાં છે. આધારભૂત માહિતી અનુસાર, નવાઝ શરીફના વકીલે પોતાનું  વકીલાતનામું પરત ખેંચી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનનું લશ્કર નવાઝની લોકપ્રિયતાથી ડરી ગયું છે એટલે એમની પર કરવામાં આવેલા એનબીએ કેસને પાછો ખેંચવા માગે છે.