ધર્મા પ્રોડકશન્સના નેજા હેઠળ બની રહેલી ફિલ્મ ધડકનું પોસ્ટર રિલિઝ થયું

Twitter@karan Johar

બોલીવુડના જાણીતા અને અગ્રણી ફિલ્મ નિર્માતા કરણ જોહર હાલમાં અનેક ફિલ્મોના નિર્માણ કાર્યમાંવ્યસ્ત  છે. તેમના ધર્મા પ્રોડકશન્સના નેજા હેઠળ બની રહેલી ફિલ્મ ધ઼ડકનું પોસ્ટર હાલમાં રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મથી શ્રીદેવીની પુત્રી  જાહનવી ફિલ્મ જગતમાં પદાર્પણ કરી રહી છે. તેની સાથે મુખ્ય ભૂમિકામાં શાહિદ કપુરનો ભાઈ ઈશાન ખટ્ટર હીરોની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ખતરી કરી રહ્યા છે. મરાઠી સૈરાટની કથા પર આધારિત આ ફિલ્મ માટે કરણ જોહર ખૂબ આશાવાદી છે. જાહનવી અને ઈશાન – બન્ને પ્રતિભાશાળી છે. કરણ જોહર બોલીવુડની નવી યુવા પ્રતિભાઓને પોતાની ફિલ્મમાં રજૂ કરતા રહ્યા છે. વરુણ ધવન, સિધ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટને તેમણે સ્ટુડન્ટ ઓફ ધ યર માં ચમકાવ્યા હતા. ઈશાન ખટ્ટરે હાલમાં જ ઈરાની દિગ્દર્શક માજિદ મજીદીની અંગ્રેજી ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડ્સમાં ભૂમિકા ભજવી હતી. જેમાં ઈશાનના અભિનયની ફિલ્મ – વિવેચકોએ સરાહના કરી હતી. શ્રીદેવીજીના આકસ્મિક મૃત્યુના દુખદ પ્રસંગે જાહનવી તેની ફિલ્મ ધડકના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે દુબઈમાં આયોજિત પારિવારિક લગન સમારંભમાં હાજરી આપી શકી નહોતી. મરાઠી ફિલ્મ સૈરાટ ટિકિટબારી પર ખૂબ સફળ નીવડી હતી. મરાઠી ફિલ્મના દર્શકોએ પણ આ ફિલ્મને ખૂબ વખાણી હતી. આ જ ફિલ્મની હિન્દી રિમેક ધડક છે. ફિલ્મનો વિષય રોમેન્ટિક અને યુવા વર્ગને સ્પર્શતો હોવાથી એને બહોળો પ્રેક્ષકવર્ગ મળી રહેશે એવી  અપેક્ષા નિર્માતા કરણ જૌહર રાખી રહ્યા છે.