લોકસભામાં હવે દિગ્ગજ અને સીનિયર નેતાઓ જોવા નહી મળે..

2019ની નવી લોકસભા માં હવે અનેક પરિવર્તન જોવા મળશે. 303 બેઠકો જીતનારી ભાજપ – શાસક પક્ષની બેઠકો પર હવે લાલકૃષ્ણ અડવાણી , સુષમા સ્વરાજ અને મુરલીમનોેહર જોષી જેવા કદાવર નેતાઓ જોવા નહિ મળે.કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગે, જયોતિરાદિત્ય સિંધિયા હવે લોકસભામાં નહિ દેખાય. સદનની પહેલી કતારમાં વિપક્ષી નેતાઓની બેઠકો ઓછી થઈ જશે. સંભવત કોંગ્રેસને પહોેલી કતારમાૈં બે બેઠકો ફાળવવામાં આવશે. જેમાં એક સોનિયા ગાંધીની અને બીજી કોંગ્રેસના સંસદીય નેતાની હશે. પક્ષના સભ્યોના સંખ્યાબળને આધારે શિવસેના અને જેડીયુને બેઠકો મળવાનું નિશ્ચિત છે. અન્ના દ્રમુક પક્ષ સહિત કેટલાક વિપક્ષોને કારમી હાર સહન કરવી પડી છે એટલે તેમની પહેલી હરોળની બેઠકો આ લોકસભામાં નહિ હોય. તૃણમૂલ કોંગ્રેસના ગત લોકસભામાં 42 સભ્ય હતા , પરંતુ આવખતે માત્ર 22 બેઠકો પર તેના ઉમેદવારો વિજયી થયા છે એટવલે તૃણમૂલ કોંગ્રસને પણ માંડ એકાદ બેઠક પહેલી કતારમાં મળે એવું મનાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ. નીતિન ગડકરી અને નિર્મલા સીતારામણ લોકસભામાં પહેલી કતારમાં બિરાજશે.