ટીવી સિરિયલની અભિનેત્રી  સાક્ષી તન્વરની નેગેટિવ રોલ દ્વારા એન્ટ્રીઃ કૃષ્ણા ચલી લંડન

.(Photo: IANS)

 .ટીવીના પરદાથી સાક્ષી તન્વર લાંબા સમય સુધી દૂર રહી હતી. હવે તેણે ડેઈલી ટીવી શોમાં કમબેક કર્યું છે. સ્ટાર પ્લસ ચેનલ  પર પ્રસારિત કરવામાં આવતો શો- કૃષ્ણા ચલી લંડનમાં એની એન્ટ્રી થઈ રહી છે. પરંતુ સાક્ષી આ વખતે રોમેન્ટિક કે પોઝેટિવ ભૂમિકા નથી ભજવવાના , પણ તેઓ એક નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે. બડે અચ્છે લગતે હૈ અને ઘર ઘરકી કહાનીમાં હકારાત્મક અને રંગદર્શી પાત્રો ભજવીને પ્રેક્ષકોની પ્રશંસા અને પ્રેમ મેળવનારી સાક્ષી તન્વરે ફિલ્મ દંગલમાં આમિર ખાનની પત્નીની ભૂમિકા ભજવીને ફિલ્મ વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત કરી હતી