વડાપ્રધાન મોદી કેબિનેટનું વિસ્તરણ કરે એવી સંભાવના

 

નરેન્દ્રમોદી એમના મંત્રીમંડળમાં નવા સભ્યોને સામેલ કરીને એમની કેબિનેટને વધુ કાર્યક્ષમ બનાવે એવી સંભાવના છે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ખ્યાલમાં રાખીને રાજયના અગ્રણી નેતાઓ તેમજ સાથીદારોને રાજી રાખવાના ઉદે્શથી  ઉચ્ચકક્ષાએ મંત્રણાઓના દોરનો આરંભ થયો છે. ભાજપના મોવડીઓ સાથી પક્ષો સાથે પણ વિચાર- વિનિમય કરી રહ્યા છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મિશન 2019ને નજરમાં રાખીને પ્રધાનમંડળનું વિસ્તરણ કરવા બાબત વિચાર કરવામાં આવી રહ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંડળના વિસ્તરણમાં જેડીયુના સભ્યોને સ્થાન આપવામાં આવ્યું નહોતું. ભાજપ- શિવસેના વચ્ચે પરસ્પર સહમતી ન સધાઈ શકવાને કારણે મંત્રીમંડળમાં શિવસેનાના વધુ સભ્યોનો સમાવેશ કરી શકાયો નહોતો. હવે ભાજપનું સાથીદારો સાથેનું ગઠવંધન વધુ મજબૂત કરવાના આશયથી અન્ના ડીએમકે સહિત અનય સાથીદાર રાજકીય પક્ષોને પ્રમાણસરનું પ્રતિનિધિત્વ આપીને સહને સમાવી લઈને નારાજ પક્ષોની નારાજગી દૂર કરવામાં આવશે. વિપક્ષ દેવારા ભાજપની સામે ચૂંટણી લડવા માટે મહાગઠબંધનબનાવવામાં આવી રહ્યું છે. એનડીએમાં પણ આંતરિક કલહ શરૂ થઈ ગયાના એંઘાણ છે.પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપનો ધબડકો થયા પછી સાથીદાર રાજકીય પક્ષોનો ગણગણાટ શરૂ થઈ ગયોછે. આ બધી વર્તમાન પરિસ્થિતઓને ધ્યાનમાં રાખીને ભાજપનું મોવડીમંડળ હવે વધુ ચોકસાઈ રાખીને આગળ પગલાં  ભરવાની તૈયારી કરી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.