અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વજન ઘટાડી રહ્યા છે…હાલમાં તે માંસ કે ચીઝબર્ગર નહિ ખાય ..

REUTERS

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એમના આહાર નિષ્ણાતોએ વજન ઘટાડવા માટે તેમના આહારમાં ફેરફાર કરવાની તાકીદ કરી છે. તેમને પોતાનું વજન ઓછુ કરવા માટે સહાયરૂપ બને તે રીતે તેમના ભોજનનું મેન્યુ નક્કી કરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્ર્મ્પનું  છ કિલો વજન ઓછું થાય એ હેતુથી હવે તેમના આહાર વિશેષજ્ઞો તેમને મટનને બદલે માછલીનો આહાર આપવાની ગોઠવણ કરી રહ્યા છે. તેમને ભોજનમાં ચીઝબર્ગર પીરસવામાં નહિ આવે. ટ્રમ્પે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તેમનું વજન વધી ગયું છે એટલે એને ઘટાડવાની જરૂરત છે. આથી તેમણે  ગત જાન્યુઆરી મહિનાથી 10 થી 15 પાઉન્ડ વજન ઓછું કરવા માટેના મિશનનો આરંભ કર્યો હતો. વ્હાઈટહાઉસના કીચન વિભાગના રસોઈયાઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, પ્રમુખના ભોજનમાં પીરસાતી વાનગીઓમાં કેલરીનું પ્રમાણ સીમિત રહે એ વાતની કાળજી રાખવામાં આવે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભોજનમાં શાકભાજીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.