બોલીવુડે સાઉથની હોરર સ્ટાઇલનો ઉપયોગ કર્યો નથીઃ તાપસી પન્નુ

(Photo: IANS)

બોલીવુડની અભિનેત્રી તાપસી પન્નુએ દક્ષિણના ફિલ્મઉદ્યોગમાં ઘણી હોરર ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તે કહે છે કે હિન્દી સિનેમાએ ખરેખર ભયાનક શૈલીનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. મેં સાઉથમાં બે ખૂબ જ સફળ હોરર ફિલ્મો કરી છે, મારી છેલ્લી ફિલ્મ દક્ષિણી ભાષામાં ‘આનંદો બ્રહ્મા’ હતી, જે હોરર હતી. આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી. આ જ રીતે ‘કંચના-ટુ’ ફિલ્મ પણ ખૂબ જ સફળ હતી. મને લાગે છે કે હિન્દી સિનેમામાં હોરર એવી શૈલી છે જેનો અત્યાર સુધી બોલીવુડે ખાસ ઉપયોગ કર્યો નથી.
તાપસી પન્નુ કહે છે, મોટા ભાગની સાઉથની ફિલ્મોમાં હોરર હોય છે, પરંતુ હિન્દી ફિલ્મોમાં તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. મેં એવા ઘણા ડિરેકટરો જોયા છે, જેમની પાસે હોરર ફિલ્મોની સ્ક્રિપ્ટ હોય છે.
દક્ષિણના ફિલ્મઉદ્યોગમાં ઘણી ફિલ્મો કર્યા પછી તાપસી પન્નુ હિન્દી ફિલ્મઉદ્યોગમાં અભિનય આપી રહી છે. તાપસી કહે છે કે દક્ષિણમાં હોરર ફિલ્મોને ખૂબ જ સફળતા હાંસલ થઈ છે. તાપસી હવે પછી ‘તડકા’, ‘સૂરમા’, ‘મુલ્ક’, ‘મનમરજિયા’માં જોવા મળશે. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)