નવી સરકારની રચનાઓની તૈયારીઓ શરૂ થઈ છે.. વડાપ્રધાન નરેન્દ્ મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  એજે રાષ્ટ્રપતિ આદરણીય રામનાથકોવિંદને મળીને પોતાની કેબિનેટનું રાજીનામું  સુપરત કરી દીધું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધો હતો.

તે  અગાઉ કેબિનેટની બેઠક મળી હતી જેમાં 16મી લોકસભા  બરખાસ્ત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ શનિવારે 25મેના દિને એનડીએના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક યોજવામાં આવી છે. જેમાં ઔપચાિરક સ્તરે નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે.

  ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થયા બાદ દેશ- વિદેશમાંથી અનેક મહાનુભાવો,, રાજકીય નેતાઓ , પ્રમુખોના અભિનંદન સંદેશા મોદીજીને પાઠવવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહીતી અનુસાર, વડાપ્રધાનના શપથ-ગ્રહણ- સમારંભમાં હાજર રહેવાનું અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ચીનના પ્રમુખ શી જીનપીંગને નિમંત્રણ પાઠવવામાં આવે એવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનવી કેબિનેટની રચનામાં અનેક નવા તેમજ પ્રતિભાશાળી યુવાન સંસદોનો પણ સમાવેશ કરશે એનું માનવામાં આવલી રહ્યું છે. કોંગ્રેસનો ગઢ મનાતા એઅમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનારા ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની મહેનત, સૂઝ-બૂઝ અને હિંમતની સહુ કોઈ પ્રશંસા કરી રહ્યું છે. નવી કેબિનેટમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદી તેમને વધુ મહત્વનું ખાતુ કે જવાબદારી સૌંપશે એ નક્કી છે. એ સિવાય પણ કેટલાક મહત્વના ખાતાઓ માટે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે એવી ધારણા છે.