અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથેની મુલાકાત રદ કરી..

(File Photo: IANS)

ઉત્તર કોરુિયાના પ્રમુખ કિમ જોંગ ઉન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ .આગામી 12મી જૂને સિંગાપુર ખાતે મંત્રણા માટે મળવાના હતા. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર કોરિયાના પ્રમઉકના રોષ અને શત્રુતાભર્યા વલણને  કારણે નારાજ થઈને આ બેઠક રદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસકને એક વિશેષ પત્ર લખીને જણાવ્યું હતું કે, 12 જૂનના આપણી સિંગાપુર ખાતે થનારી બેઠક માટે તમે ખૂબ જ ધૈર્ય બતાવ્યું હતું, એ માટે પ્રયાસો કર્યા હતા . હું એની પ્રશંસા કરું છું. બેઠકનું  આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં તમે કરેલા નિવેદનમાં તમે જે રીતે રોષ અને શત્રુતાની ભાવના વ્યક્ત કરી છે એ જોઈને મને લાગે છે કે હાલમાં આપણી વચ્ચે મંત્રણા માટેની યોગ્ય પરિસ્થિતિ અને વાતાવરણ નથી.આ પત્ર દ્વારા આપને જાણ કરવામાં આવી રહી છેકે હવે આપણે 12મી જૂનની બેઠક માટે મળી શકીશું નહિ.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પો પોતાના પત્રમાં કિમ જોંગ ઉનને ઉદે્શીને કહ્યું હતું કે, તમે તમારા દેશની પરમાણુ તાકાત બાબત બહુ બણગા ફુંકો છો, પણ તમારા કરતા અમારી પરમાણુશક્તિ એટલી વિપુલ અને માતબર છેકે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, એનો ઉપયોગ અમારે કરવો પડે એવો સમય કદી ના આવે.

  ત્યારબાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  ઉમેર્યું હતું કે, જો તમારો વિચાર બદલાયો હોય તો મને ફોન કરીને કે  પત્ર લખીને જણાવતા અચકાતા નહિ.