અમેરિકાની થિંક ટેન્કનો અહેવાલ- ભારત હવે વધુ સમય ત્રાસવાદી હુમલો સહન નહિ કરે.. ભારત- પાક વચ્ચે યુધ્ધ ફાટી નીકળવાની શક્યતા …

 

અમેરિકાની થિન્ક ટેન્કે ટ્રમ્પના વહીવટીતંત્રને એક રિપોર્ટ આપ્યો છે. , જેમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિ્સ્તાન હવે ભારત પર આતંકી હુમલો કરશે તો ભારત હરગિઝ સહન નહિ કરે. જેને લીધે ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થવાની સંભાવના છે. ભારત- પાકિસ્તાન – બન્ને દેશો પરમાણુ શક્તિ અને સરંજામ ધરાવે છે. આથી અણુ યુધ્ધની શક્યતા નકારી ન શકાય.

 આ રિપોર્ટમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાએ દાયકાઓ સુધી પાકિસ્તાનને સહાય  કરી છે. જો કે પાકિસ્તાનનું લક્ષ્ય વિકાસ તરફ નહિ, માત્ર કાશ્મીર તરફ જ રહ્યું છે. અમેરિકા પાકિસ્તાનને કરવામાં આવતી મદદ અંગેની નીતિમાં હવે ફેરફાર કરવાની આવશ્યકતા છે. જો અમેરિકા પાકિસ્તાન વિષેની પોતાની નીતિમાં બદલાવ નહિ કરે તો વિશ્વના બીજા દેશોનું અમેરિકા પ્રત્યેનું વલણ બદલાવાની સંભાવના છે. ઉપરોક્ત અહેવાલ પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પને  સુપરત કરવામાં આવ્યો હતો.