મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં ભૂમિકા ન ભજવવા મળી તેબદલ અફસોસ વ્યકત કરતા પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ

 

 મેઘના ગુલઝારની આગામી ફિલ્મ છપાકમાં મુખ્ય ભૂમિકા દીપિકા પાદુકોણ ભજવી રહી છે. સાથે વિક્રાંત મૈસી ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત અને દીપિકા પહેલીવાર એકસાથે કામકરી રહ્યા છે. આ અગાઉ દીપિકા સાથે રાજકુમાર રાવને ચમકાવવાનો નિર્માતાઓએ વિચાર કર્યેો હતો, પણ એ શક્ય ના થઈ શક્યું. રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, મને છપાક ફિલ્મ ઓફર થઈ હતી. મને  આ ફિલ્મની સ્ક્રીપ્ટ બહુજ ગમી હતી. મેં આ ફિલમની ઓફરને ઠુકરાવી નહોતી, પરંત આ ફિલ્મ માટે શૂટિંગની તારીખો આપવાની સમસ્યા હતી. હું એ સમયે અન્ય ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે હું આ ફિલ્મ માટે હા પાડી નશક્યો. હું તો હજુ પણ મેઘના અને દીપિકાને કહેતો રહું છું કે, આ ફિલ્મમાં ભૂમિકા ભજવવા ન મળી એ મારું નુકસાન છે. રાજકુમાર રાવે નાપાડ્યા બાદ એમનો રોલ વિક્રાંતને ઓફર કરવામાં આવ્યો હતો. વિક્રાંત આફિલ્મમાં પત્રકાર અને સમાજસેવકની ભૂમિકામાં રજૂ થશે. મેધના ગુલઝારના નિર્દેશન હેઠળ બની રહેલી ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ દીપિકા પદુકોણ  કરી રહીછે. એસિડ હુમલાથી પીડિત લક્ષમી અગ્રવાલની અસલી જિંદગી પર જ આ ફિલ્મની વાર્તા આધારિત છે. 2020માં આફિલ્મ રિલિઝ કરવામાં આવશે એમ બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.