પાંચ વરસના શાસનકાળમાં પહેલીવાર વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ,કોન્ફરન્સમાં શાહે જ જવાબો આપ્યા, મોદી મૌન રહ્યા..

ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ  હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ આપ્યાે ન હતો. જેને કારણે સોશ્યલ મિડિયા પર અનેક લોકોે એમની ટીકા કરી હતી. એક વ્યક્તિે ટવીટર પર લખ્યું હતું કે, આ પ્રેસ કોન્ફરન્સ નહોતી, પ્રેસ અપિયરન્સ હતું. અન્ય ટવીટમાં લખલામાં આવ્યું હતું કે, મોદીજી, ભીના થયા વિના સ્નાન કરનાર વ્યક્તિ છે. વાસ્તવમાં ચૂંટણી પ્રચાર માટેની સમય અવધિ સમાપ્ત થાય તે પહેલાં  આ પ્રેસ કોન્ફરન્સનું૆ આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહ દ્વારા આયોજિત ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન પણ મૌજૂદ રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, આ વખતે ભાજપને લોકસભાની 300 થી વધુ બેઠકો મળશે. એનડીએ જ સરકાર બનાવશે. અમિતશાહની સાથે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પણ પત્રકારોને સંબોધન કર્યું હતું

પ્રચાર -ઝુંબેશની અંતિમ-રેલીને સંબોધતાં વડાંપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ાવખતે પણ ભાજપની જ સરકાર રચાશે.અબકી બાર 300કે પાર, પરી એકવાર મોદી સરકાર.મોદીએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ પર અતિ આકરા પ્રહારો કર્યા હતા.